સમયમાં કોઈ ખેંચાણ હોતું હશે ?!
થંભવું હોય ત્યાં જ પાણી વેતિયાણ હોતું હશે !
જીવનમાં કોઈ કામણ હોતું હશે ?!
તેથી યમ સાથે જીવનું ખેંચતાણ હોતું હશે !
અંતિમ સફરનું કોઈ પ્રમાણ હોતું હશે ?!
જન્મતા જ રડવાનું કારણ હોતું હશે !!
ઠોકરોનું કોઈ પરિમાણ હોતું હશે ?!
કે ફરી ઉભા થવાનું પરિણામ હોતું હશે !!