Gujarati Quote in Blog by Abhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક કલ્પના માત્ર.. ભાગ - 4

હમ્મ... વૃક્ષ ક્રોધિત થઈ ને કહે છે કે હાં હું એ પંખી વિશે જ વિચારી રહ્યો છું. એ રોજે રોજ મારા સામેથી પસાર થાય છે. પણ હવે એ અહીંયા આવતું જ નથી. અરે આવવાનું તો દુર એ તો નજર સુધ્ધાં નાખતું નથી.

જો એ પંખી ને મારી સેજ પણ ચિંતા જ નહોતી તો એ આવ્યું જ કેમ..? મને આમ સજીવન કરી મને એકલો મુકી ને ગયું જ કેમ..? મારી આ દુર્દશા માટે જવાબદાર બીજુ કોઈ નહી... પરંતુ 'એ' પંખી જ છે. એના કરતાં તો હું એકલો જ બરાબર હતો.

વૃધ્ધ પક્ષી શાંતિપૂર્ણ સમજી વિચારીને કહે છે. હે નાદાન વૃક્ષ તું તારી ક્યાં વાત કરે છે. તું તો નિર્જીવ હતું ને સજીવ થયું છે. અને ફરીથી તું નિર્જીવ થવાની વાત કરે છે હેં..?
આમ તું એની પર ખોટું દોષારોપણ ના કરીશ. તારે તો એનો ઉપકાર માનવો જોઈએ કે એણે નિસ્વાર્થ ભાવે તને સજીવન કર્યું.

નજાણે કેટલા સજીવ આ દુનિયામાં નિર્જીવ થયને જીવી રહ્યા છે. એક જ આશાએ કે એ પંખી રૂપી છડી એમની ડાળ પર આવી રહેઠાણ બનાવે.

તું એવું ઈચ્છે છે ને કે એ પંખી તારી ડાળ પર આવી રહેઠાણ બનાવે બરાબર..? પણ આ કેટલા અંશે વાજબી છે..? કારણ કે વૃક્ષોના સ્વભાવ માત્ર માં ત્યાગ હોય છે. વૃક્ષોનું કામ છે આશ્રય આપવાનું ના કે કોઈના બંધનમાં બંધાઈ જવું.

(વૃધ્ધ પક્ષી ઉંડો શ્વાસ લે છે) કદાચ હવે એનું લક્ષ્ય પુર્ણ થઈ ગયું તને સજીવન કરવાનું ! અને એટલે જ એ પંખી હવે જતું રહ્યું છે. કદાચ હવે એ પંખી બીજા કોઈ વૃક્ષ ને પણ નિસ્વાર્થ ભાવે સજીવન કરવાં જતું હોય એવું પણ બને. જેમ તને એણે સજીવન કર્યો તેમ.. એટલે તું ખોટો એ પંખી ને દોષ ના આપીશ.

(બંન્ને જણ એકબીજા સામે જોઈ ક્ષણિક ભર મૌન ધારણ કરે છે.) ધીમે ધીમે સુર્ય અસ્ત થવાં લાગે છે. અને અન્ય પક્ષીઓ જેમ એ વૃધ્ધ પક્ષી પણ પોતાના રહેઠાણ તરફ હવે પ્રયાણ કરે છે. ક્રમશઃ

@અભિ / @ઓમ

Gujarati Blog by Abhi : 111071708
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now