નાનો અમથો
પતંગ કેવો ઉડે
ત્યાગો મોટપ.
* * *
કપાયું પક્ષી
પતંગ દોરે,કરે
આજીજી કોને?
* * *
ગૂંચ ઉકેલી
જીવનની, ઉડો રે
પતંગ જેમ .
* * *
યુદ્ધ હમેંશ
ખેલાશે, કાપવા ઉંચા
પતંગ - દોર .
* * *
પતંગ પાસે
ગુરુત્વાકર્ષણ નો
શીખો નિયમ!
* * *
ઈશ્વરે મૂક્યો
પતંગ પંખી રૂપે
કાપવો ગુનો !
* * *
પતંગ કહે
આકાશી અનુભવ
સાંભળ ધ્યાને !
* * *
સંદેશ લખી
મોકલ્યો પતંગને
આવશે ઈશ?
* * *
હૈયાનો તાર
જોડાયો પાડોશીના
સ્થિર પતંગે !
* * *
આભને આંબું
પતંગ જેમ હું, છે
કાવ્યથી શક્ય !!
- તન્વી કે ટંડેલ.