સુપ્રીમકોર્ટઃ સુપ્રીમકોર્ટમાં અયોધ્યા વિવાદ પર આગામી સૂનાવણી 10 જાન્યુઆરીએ નવી બેન્ચ કરશે. ત્રણ ન્યાયમૂર્તિઓની આ બેંચની રચના 10 જાન્યુઆરી પહેલા કરી દેવામાં આવશે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજય કૌલની બનેલી બેન્ચે બન્ને પક્ષોની દલીલ સાંભળીને સૂનાવણીની તારીખ નક્કી કરી હતી.
ગુજરાતઃ મળતા અહેવાલ અનુસાર નરેન્દ્ર મોદીના કટ્ટર હરિફ અને ભાજપ છોડી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ખાસ મનાતા ગોરધન ઝડફીયાની ઘર વાપસી બાદ હવે સંજય જોષીની પણ ઘર વાપસીની તૈયારીઓ થઈ ગઈ છે. સંજય જોશીને પણ લોકસભા 2019ની ચૂંટણીમાં ગોરધન ઝડફીયા સાથે ઉત્તરપ્રદેશનો હવાલો સોંપવામાં આવે એવી સંભાવના છે. આમ દેશમાં સૌથી વધુ લોકસભાની બેઠકો ધરાવતા યુપીમાં ગુજરાતના ત્રણ ધુરંધરો એટલે કે, અમિત શાહ, સંજય જોશી અને ઝડફીયા સંપૂર્ણ હવાલો સંભાળશે.
આઁતરરાષ્ટ્રીયઃ એક વર્ષ પહેલાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકીભરી ટ્વીટ્સ બાદ અમેરિકાએ પાકિસ્તાનની આર્થિક મદદ અટકાવી દીધી હતી. પરંતુ હવે લાગે છે કે, ટ્રમ્પનું વલણ પાકિસ્તાન પ્રત્યે નરમ થયું છે અને હવે તેઓ 'ખોટાં અને દગાખોર' દેશની સાથે સંબંધો સુધારવાની યોજના બનાવી રહ્યા છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ પાકિસ્તાનમાં નવા નેતૃત્વ સાથે મુલાકાત કરવાનો વિચાર કરી રહ્યા છે. આ નિવેદનની સાથે જ ટ્રમ્પે ઇસ્લામાબાદ સામે શત્રુઓને શરણ આપવાનો આરોપ પણ લગાવ્યો છે.
પેટ્રોલ-ડીઝલ ઘેર બેઠાઃ ટૂંક સમયમાં જ તમે તમારા ઘરે પેટ્રોલ પણ મંગાવી શકો છો. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓમાંથી એક એવી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે (IOCL) પાયલટ પ્રોજેક્ટ રૂપે આ શરૂઆત કરી છે. ચેન્નઈના કોલાથુર સ્થિત પંપથી હોમ ડિલિવરી શરુ થઇ ગઈ છે. ફ્યૂલ એટ ડોર સ્ટેપના નામથી શરુ થયેલી આ સુવિધા હેઠળ અત્યારે નોન-કોમર્શિયલ ગ્રાહકોને પેટ્રોલ ઉપલબ્ધ કરાવાશે. જલ્દી જ તેનો વિસ્તાર વધારીને તેને કોમર્શિયલ સ્તરે આખા દેશમાં લાગુ કરવામાં આવશે.
આર્થિક ભાગેડુઓઃ છેલ્લા પાંચ વર્ષમાં આર્થિ બાબતોમાં 27 ડીફોલ્ટર દેશ છોડીને ભાગી ગયા છે. તેમાં 20ની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇંટરપોલને અપીલ કરવામાં આવી છે. નાણાં રાજ્ય પ્રધાન પ્રતાપ શુક્લએ શુક્રવારે લોકસભામાં લેખિતમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું.
માર્કેટઃ શેરબજારમાં આજે બેન્કિંગ શેરોની આગેવાનીમાં સેન્સેક્સમાં 181 પોઇન્ટ અને નિફ્ટીમાં 55 પોઇન્ટનો વધારો થયો હતો. જોકે મેગીમાં વિવાદને કારણે નેસલેનો શેર 3 ટકા ઘટ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સમાં 350ના આંકની અફરાતફરી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે સેન્સેક્સમાં 382 અને નિફ્ટીમાં 133 પોઇન્ટનું નુકસાન થયું છે.
પીએનબી ફ્રોડઃ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે (ઇડી)એ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ભાગેડુ હીરાના વેપારીમેહુલ ચોકસીના કંપની ગીતાંજલિ ગ્રુપના થાઇલેન્ડમાં સ્થિત 13 કરોડ રૂપિયાની મુલ્યવાળી એક ફેક્ટરીને ટાંચમાં લીધી છે. બે અબજ ડોલરના કથિત પીએનબી ફ્રોડની સામે આ ફેક્ટરી ટાંચમાં લેવામાં આવી છે.
રેલવેઃ ટ્રેનમાં લાંબા અંતર માટે મુસાફરી કરનારા મુસાફરો માટે સારા સમાચાર છે. શુક્રવારે રાજ્યસભામાં પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર લાંબા અંતરની ટ્રેનોમાં પરંપરાગત કોચને બદલે નવા મોડર્ન એલએચબી ડિઝઇનવાળા કોચ લગાવશે. સરકાર વધુને વધુ ટ્રેનોમાં આ સિસ્ટમ લાગુ પાડશે.
HAL: હિન્દુસ્તાન એરોનૌટિક્સ લિમીટેડ (એચએએલ)ને ભારતીય વાયુ સેનાના હલકા લડાકૂ વિમાન (એલસીએ) તેજસના હથિયારવાળા સંસ્કરણના ઉત્પાદનની મંજૂરી મળી ગઇ છે. કંપનીના પ્રવક્તાના અનુસાર આ વર્ષના અંત સુધીમાં આવું પહેલુ વિમાન તૈયાર કરી લેવાશે. પ્રવક્તાના અનુસાર સીઆઇએસઆઇએલસીએ આખરી સંચાલન કોન્ફિગરેશન હેઠળ તેજસ એમકે1નું ઉત્પાદન કરવાની લીલી ઝંડી આપી દીધી છે.