તારી થોડીક જુઠી વાતો મને યાદ છે.
તુ કહે તો સંભળાવુ ?
તને યાદ છે પેલુ ?
આપણે પીકનીક પર ગયલા અને હુ તને ત્યા તળાવમા તરવા નહોતો લઈ ગયો.
તુ કેવી ભડકેલી મારા પર અને મૈ ત્યારે તને કિધેલુ કે તને તો તરતા જ નથી આવડતુ, જો તને કસુ થયી જાત તો?
હુ શુ કરત?
ખબર ત્યારે તેજ કીધેલુ કે જીવનમા કોઇ પણ પરીસ્થીતી હોય, આ કેતકી તો તારી પાસે જ અને તારી જોડે જ રેવાની.
તો પછી આજે કેમ તારી આ અરથી મારા ખભે મુકી,
આમ એકલી નીકળી પડી.
આમ તો તુ જુઠી કેવાઇ ને.