ઉન્નત આભે ઉડવાનું તારે પતંગ.
જગ આખું નીરખવાનું તારે પતંગ.
થૈને ગગનવિહારી અંબર આંબે,
રંગવૈવિધ્યથી સજવાનું તારે પતંગ.
તારી સાથે ઉડનારાઓ છે ઘણાં,
તોય એકમેકને કાપવાનું તારે પતંગ.
છોને વ્યોમગામી; ધરાથી દૂર તું!
સંક્રાંત આભે ઉજવવાનું તારે પતંગ.
છે વહેમ તારો સ્વતંત્ર હોવાનો,
બાકી દોર ઇશારે ભમવાનું તારે પતંગ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '