Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રીયઃ કેરળના સબરીમાલા મંદીરમાં મહિલાઓના પ્રવેશ બાદ રાજ્યમાં હિંસા ફેલાઇ ગઇ છે. રાજ્યમા સ્થિતિ તણાવ ભરેલી છે અને અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ગુરુવાર પોલીસ અને દેખાવ કરનારાઓ વચ્ચે અનેક જગ્યાએ અથડામણો થઇ હતી. અહેવાલો અનુસાર રાજ્યમાં આ હિંસામાં 100થી વધુ લોકોને ઇજા થઇ છે, જેમાં 21 પોલીસ કર્મચારીઓ છે.

ફ્લાઇટ્સ રદઃ દિલ્હી અને એનસીઆરમાં શુક્રવારે પણ ધુમ્મસની ચાદર રહી હતી. ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે અને કેટલીક ફ્લાઇટ્સને હોલ્ડ પર રાખવામાં આવી છે. મળતા અહેવાલ અનુસાર ધુમ્મસને કારણે અત્યાર સુધીમા 6 ફ્લાઇટ રદ થઇ ગઇ છે અને 69 ફ્લાઇટ મોડી પડી છે. ઠંડીને કારણ લાંબા અંતરની ટ્રેઇનો પણ વિલંબથી ચાલી રહી છે.

વૈજ્ઞાનિકઃ ભારત ભલે વિખ્યાત સાયંસ અને સોશિયલ સાયંસ સંસ્થાઓ જેમ કે IISc, IITs, TIFR, JNU અને Tiss ને પ્રોત્સાહન આપતુ હોય. પરંતુ ભારતના ફક્ત 10 વૈજ્ઞાનિકોનો જ બે ક્ષેત્રોમાં વિશ્વના ટોચના 1 ટકા હાઇલી સાઇટેડ રિસર્ચર્સ (એચસીઆર)માં સમાવેશ થયો છે.

આજે રહેશે આ સમાચારો પર નજરઃ આજે સુપ્રીમ કોર્ટ અને પીએમ મોદીની ચૂંટણી ઝૂંબેશના પ્રારંભ પર નજર રહેશે. વર્ષોથી અટકી પડેલા અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સૂનાવણી થનાર છે. તેના સિવાય પીએમ મોદી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઇરાની તેમજ અરવિંદ કેજરીવાલ વિભિન્ને રેલીઓ અને કાર્યક્રમોમાં સામેલ થશે. આ દરેક કાર્યક્રમ લોકસભા 2019ની ચૂંટણી માટે અગત્યના હોવાનું મનાઇ રહ્યું છે.

27 વર્ષે કરોડપતિઃ અમેરિકાના 27 વર્ષીય ટાઇલર બ્લેવિંસે વીડિયો ગેઇમથી પાછલા વર્ષે 10 મિલીયન ડોલર (આશરે રૂ. 70 કરોડ)ની કમાણી કરી છે. નિંઝા નામથી પ્રખ્યાત ટાઇલર પોતાની આવકના 70 ટકાનો મુખ્ય સ્ત્રોત યુટ્યૂબ અને ટ્વિચ (વીડિયોનું એક પ્લેટફોર્મ)ને બતાવે છે. એક અહેવાલ અનુસાર પાછલા વર્ષ તેનો નફો રૂ. 20 હજાર કરોડ હતો.

રાષ્ટ્રીયઃ કેન્દ્રિય ગૃપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સરકારને લોકસભાની ચૂંટણી સાથે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં કોઇ વાંધો નથી. તેમણે કહ્યું કે જો ચૂંટણી પંચ ઇચ્છે તો અમે ચાલુ વર્ષે થનારી સામાન્ય ચૂંટણીની સાથે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી કરાવી શકીએ છીએ. તેઓ જમ્મુ-કાશ્મીરમા રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર રજૂ કરાયેલ નવા રિઝોલ્યુશન પર ચર્ચા સમયે બોલી રહ્યા હતા. જેને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીયઃ અમેરિકી દવા કંપની બ્રિસ્ટલમાયર્સ બીજી ડ્રગ કંપની સેલ્ઝીનને 5.18 લાખ કરોડ રૂપિયા (74 અબજ ડોલર)માં ખરીદશે. બ્રિસ્ટલ માયર્સે ગુરુવારે આ મોટા સોદાની જાહેરાત કરી હતી. આ સોદો કેશ અને શેરમાં કરવામાં આવશે. બન્ને કંપનીઓના શેરધારકોને રેગ્યુલેટરની મંજૂરી બાદ જૂન સુધીમાં સોદો પૂરો થવાની આશા છે.

નવીન પ્રકારની જેલઃ 13 હજારથી 22 હજારની ઊંચાઇએ બરફની વચ્ચે રહેતા સૈનિકો માટે સ્નાન કરવાનું તો દૂર પરંતુ પીવાનું પાણી મુશ્કેલ હોય છે. બરફના પાણીમાં સ્નાન કરવાનું હાનિકારક મનાય છે તેવા સંજોગોમાં તેમને મદદ મળી રહે તે માટે આઇઆઇટી દિલ્હીએ વોટરલેસ જેલ તૈયાર કરી છે. જેને તહેનાત સૈનિકોએ શ્રેષ્ઠ ગણાવી છે. આ જેલ 60 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ વાપરી શકાય છે. આ ઉત્પાદનનો ફક્ત 20 મિલીમિટર ઉપયોગ આખા શરીરને સાફ કરે છે.

પ્રિમાર્કેટઃ બજારમાં આજે પણ ટોન ઘટાડાતરફી રહે તેવી શક્યતા છે. એપલ ઇન્કે છેલ્લા 12 વર્ષમાં પ્રથમ વખત પોતાની આવકમાં કાપ મુકતા અને ડીસેમ્બરમાં યુએસ ફેક્ટરી ડેટા નરમ આવતા વોલસ્ટ્રીટના સેન્ટિમેન્ટસ ખરડાયા હતા. તેની આસર સાથે ઘરેલુ બજારમાં રોકાણકારોની નજર ક્રૂડ, રૂપિયો અને આજે રજૂ થનારા નિક્કેઇ સર્વિસીઝ પીએમઆઇ ડેટા પર રહેશે.

Gujarati News by Taja Samachar : 111070752
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now