એ સવાર મને ભાવતી હતી
જયારે ચકલી મારા ઘરે આવતી હતી
એ સવાર મને ભાવતી હતી
જયારે કાબર સોર મચાવતી હતી
એ દીવસો કેટલા મજાના હતા
જયારે રમકડાં આપણા ખજાના હતા
એ દીવસો કેટલા મજાના હતા
જયારે ના ભણવાના બહાના હતા
એ નાની વાતોમા આનંદ હતો
જયારે પૈસા જોડે સંબંધ ન'તો
એ નાની વાતોમા આનંદ હતો
જયારે આપણા હાથમા મોબાઈલ ન'તો
એ ઉમંગ કેટલો બહોળો હતો
જયારે સુવા મૉં નો ખોળો હતો
એ ઉમંગ કેટલો બહોળો હતો
જયારે લાગણીઓનો મેળો હતો
- ચેતનસિંહ ચૌહાણ