English Quote in Quotes by Shaimee oza Lafj

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....

જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....
તારી ઝડપ મને ઘડીક માં હંફાવી નાંખે છે....
હુ થાકી જઉ છું તારી તેજ ઝડપ માં....

જીંદગી થોડી પાછી જાને
મારે તો હજી બચપણ લુંટવું છે,
હજી મારે ચોર પોલીસ રમીને
જે ચોર ગુમ થઇ ગયા
બચપણ ના તો તેમને મળી
પાછું તે દુનિયા માં જવું છે.
જીંદગી જરા ધીમી ચાલ ને યાર....
મારા થી થાકી જવાય છે
તારી સાથે દોડતા

હજી જે બગડેલા સંબંધ ને મારે એક
મોકો આપવો છે.હજી કેટલાક બાકી છે,
ને કેટલાક તે આપ્યા છે,
ડર છે,કે વધુ ન બગડે
તો ક્યારે તુટી ન જાય.....
જીંદગી જરા ધીમી ચાલ ને યાર......
મારા થી થાકી જવાય છે
તારી સાથે દોડતા....

હજી તો તને રંગીન બનાવવી છે,
મારે હજી તારી અંદર રંગ ભરવા છે,
મને ડર છે.કે કંઈ કોઈ જગ્યા કોરી ન રહે
મારી જીંદગી ની.....
જીંદગી જરા ધીમી ચાલ ને યાર
મારા થી થાકી જવાય છે,
તારી સાથે દોડતા.....

હજી તો ઘણી લાગણી ઓ છે,
કેટલીક  વધુ અને કેટલીક મરેલી
દિલ માં છુપાયેલી છે,
મારે તેને બહાર લાવવાની છે.
તો કેટલીક લાગણી
ઓમાં શ્વાસ ભરવાનો છે.
આ બધા નો ભાર ઉઠાવીને ચાલવાનો છે,
જીંદગી જરા ધીમી ચાલ ને યાર
મારા થી થાકી જવાય છે,
તારી સાથે દોડતા ......

હજી તો મારે ખુલ્લી હવા માં શ્વાસ
લેવાના  બાકી છે,કંઈક કરી બતાવવાનુ
બાકી છે હજી લોકો ના
દિલ માં સ્થાન બનાવુ છે,ને ટકાવવુ છે,
હજી દુનિયા મારે મુઠ્ઠી માં કરવી,
પણ મગજ માં ભાર એટલો છે,
કે હતાશ થઇ જાવુ છું,
જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....
મારા  થી થાકી જવાય છે
તારી સાથે દોડતા દોડતા.......

હજી જવાબદારીઓ માથે ખંજર ભોકે છે,
હજી બીજી જવાબદારીઓ તૈયાર છે,
મને તાકાત જોઈએ જવાબદારી નિભાવતાં હું જ એક જવાબદારી બની ને રહી જાવું છું.....
મારો ટાઈમ વધારે ને
જીંદગી જરા ધીમી ચાલ ને યાર
મારા થી થાકી જવાય છે,
તારી જોડે દોડતા દોડતા......

હજી કડવાશ રહી ગયેલા
સંબંધ માં સાકર ભેળવીને જરા મીઠા
તો કરી દઉ હવે ચણોઠી જેટલા સમય
માં આશકય તો નથી ,
એ જીંદગી ક્ષણીક સમય
માં તો આ સંભવ
માટે મારી સાથે ચાલને ડીયર......
જીંદગી જરા ધીમી ચાલ ને
યાર મારા થી થાકી જવાય છે
તારી સાથે દોડતા દોડતા.....

- શૈમી પ્રજાપતિ......

જીંદગી ની સાયકલ......

English Quotes by Shaimee oza Lafj : 111068199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now