Gujarati Quote in Song by Alkesh Chavda Anurag

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

@@@ સર્જાય છે ગઝલ...

સુંદર દ્રશ્ય સવારના જોઈ સર્જાય છે ગઝલ.
પ્રિયતમાંની આંખોમાં ડૂબી શરમાય છે ગઝલ.

વનરાઈ માં વસંત દીઠી ઉર્મિઓએ વાચા દીધી,
પાંદડાઓનાં સરસરાટમાં સંભળાય છે ગઝલ.

મગ્ન બનીને ટોળકીઓમાં નાચતા પેલા છોરુઓ,
નિર્દોષ રમતોના દરેક દાવમાં ખેલાય છે ગઝલ.

ખૂબ સમીપે રહેનારા મુજથી જ્યારે દૂર થાય છે,
એમની યાદોના સથવારે ત્યારે ગવાય છે ગઝલ.

જોડી દઉં અંતરને જ્યારે કોઈની ખુશી કે ગમમાં,
ત્યારે મુજ દિલની ઉર્મિ થી વાલોવાય છે ગઝલ.

આજ લખેલી એક કડીને કાલે જ્યારે પુરી કરું,
લાગણીઓ ગૂંથી એ બે એમ સંધાય છે ગઝલ.

અનુરાગ છે એની સાથે એની અસર એવી છે કે,
સર્જનહારના હર સર્જનમાં હવે દેખાય છે ગઝલ.

- અલ્કેશ ચાવડા "અનુરાગ"

https://goo.gl/eG8aKD "> https://goo.gl/eG8aKD
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... ઉપરની લિંકથી...



Download શબ્દ સંજીવની, to read latest update
Android:- https://goo.gl/eG8aKD "> https://goo.gl/eG8aKD

Gujarati Song by Alkesh Chavda Anurag : 111068008
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now