જ્યારે તને જોવું છું બસ તને જોવાનું જ થાય છે
તારું એ હસવું, તારું એ શરમાવું
અને તારી આંખો બસ એમાં જ ખોવાઈ જવાનું મન થાય છે
તને જોવાનું જ મન થાય છે
તારો ચહેરો જ્યારે સામે આવે છે
બસ મારું મન મલકી ઉઠે છે
તારી આંખો નો એ રંગ મને નિશબ્દ બનાવી દે છે
તને જોવાનું મન થાય છે
તારું એ ધીમે ધીમે ચાલવું મને પાગલ કરી દે છે
હું કલ્પના માં વિચારું કે તું રડે ત્યારે કેટલી સુંદર લાગે છે
પણ જો તારી આંખમાં આસું આવે તો એ ખુશી નાં જ હોય
બસ તને જોવાનું મન થાય છે
તું કહે આવી ને,'આનંદ બસ તારો આ અવાજ જ સાંભળવાં નું મન થાય છે
બસ હવે આવી જા તને જોવાનું મન થાય છે