Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રીયઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ખેડૂતો માટે આવકની યોજનાઓ વિચારી રહી છે જેની સાથે હાલની કેટલીક યોજનાઓમાં પણ ઘટાડો કરવામાં આવશે. જોકે તેનાથી સરકારી તિજોરી પર વર્ષે રૂ. 600-700થી કરોડનો બોજો પડી શકે છે અને નાણાં મંત્રાલય આ બોજ રાજ્યો સાથે ભાગ પાડવાનું પણ વિચારી રહ્યું છે.

આગઃ મુંબઇ ખાતે તિલકનગર વિસ્તારમાં ગુરુવાર રાત્રે સરગમ સોસાયટીની 16 માળની રહેણાક ઈમારતમાં આગ લાગી હતી. 14મા માળે લાગેલી આગમાં ચાર વૃદ્ધો સહિત પાંચથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાથી પાચ લોકોની ઓળખ થઈ છે. હજુ બો લોકોની હાલત ગંભીર છે. ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે રાત્રે 7ઃ50 મિનિટે આગ લાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 10 દિવસ અગાઉ મુંબઈમાં ઈએસઆઈસી કર્મચારી હોસ્પિટલમાં આગ લાગતાં આઠ લોકો મૃત્યુ પામ્યા હતા.

ગુજરાતઃ આજે અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની અસરોથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે વહેલી સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ગગડીને 26.6 અને લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી ગગડીને 9.3 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 9.0 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થશે.

આંતરરાષ્ટ્રીયઃ સુદાનમાં રોટીની કિંમતોમાં થયેલા વધારા સામેના એક વિરોધ પ્રદર્શનમાં પોલીસ સાથેના ઘર્ષણમાં 19 વ્યક્તિઓના મોત થયા હતા. સરકારે ગુરુરવારે જણાવ્યું હતું કે મૃતકોમાં બે સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુદાનમાં ભૂખમરો એક મોટી સમસ્યા છે. સરકારના આ કિમત વધારના નિર્ણય સામે મોટી સંખ્યામાં લોકો વિરોધમાં છે.

એરલાઇનઃ સંસદીય સમિતિએ પોતાના એક નિષ્કર્ષમાં જણાવ્યું છે કે વિમાન યાત્રીઓ માટે ખાનગી ક્ષેત્રની એરલાઇન ઇન્ડિગોનો દેખાવ સૌથી ખરાબ છે, જ્યારે એર ઇન્ડિયાની યાત્રી સામાન નીતિ સૌથી સારી છે. પર્યટન, સંસ્કૃતિ, સડક અને વિમાન સેવાઓ સાથે સંકળાયેલી સંસદની સ્થાયી સમિતિએ આ વિષયો પરના તાજા રિપોર્ટમાં તહેવારની મોસમાં કેટલીક એરલાઇનો 8-10 ગણા વધુ ભાડા વસૂલે છે તેને ગંભીરતાથી લેવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીયઃ ફ્રાંસમાં બોર્જ સેંટ મોરિસમાં આલ્પ્સ પર્વતમાળા પર હિમસ્ખલન દરમિયાન 12 વર્ષના એક બાળકને બચાવી લેવામા આવ્યું છે. આ બાળક આશરે 40 મિનીટ સુધી બરફમાં દબાયેલું રહ્યું હોવ છતાં સુરક્ષિત રહ્યું હતું.

કોલડ્રોપઃ બેંગાલુરુ સ્થિત સાંખ્યા લેબ્સે ગુરુવારે સૌપ્રથમ સ્થાનિક ધોરણે એક ઇલેક્ટ્રોનીક ચિપસેટ તૈયાર કરી છે જેને મોબાઇલ પર ડાયરેક્ટ ટીવી બ્રોડકાસ્ટ માટે મોબાઇલ ડિવાઇસ પર ઉપયોગ કરી શકાય છે. જેનાથી કોલ ડ્રોપ્સ રોકી શકાય છે અને 5જી કનેક્શન્સ પણ સારી રીતે મેળવી શકાય છે.

માર્કેટઃ સકારાત્મક વૈશ્વિક સંકેતો અને અન્ય પરિબળો જેમ કે ક્રૂડ અને રૂપિયામાં વધઘટ આજે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરે તેવી સંભાવના સેવાય છે. વોલસ્ટ્રીટ પર વોલેટાઇલ ટ્રેડ આખરે વધીને બંધ આવતા એશિયનશેરોમાં શુક્રવારે વધારો થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીય એવરેજ 260.37 પોઇન્ટ અથવા 1.14 ટકા વધીને 23,138.82 પર, એસએન્ડપી 500, 21.13 પોઇન્ટ અથવા 0.86 વધીને 2488.83 અને નાસ્ડેક કંપોઝિટ 25.14 અથવા 0.38 ટકા વધીને 6,579.49 પોઇન્ટ રહ્યો હતો. દરમિયાનમાં રૂપિયો ગઇ કાલે ડોલર સામે 29 પૈસા ઘટીને 70.35ના મથાળે રહ્યો હતો. તેમજ ક્રૂડના ભાવમાં 8 ટકાનો ઘટાડો થયો હતો.

Gujarati News by Taja Samachar : 111067448
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now