ત્રણ તલાક ખરડોઃ ત્રણ તલાક ખરડો (2018) લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યો છે. તેને હવે રાજ્યસભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. તે પછી તે કાયદાનું સ્થાન લઇ શકશે. સદનમાં હાજર 26 સાંસદોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતુ, જ્યારે 11 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જોકે રાજ્યસભામાં સરકારની બહુમતી નહી હોવાથી ત્યાં પસાર કરવાનું એનડીએ માટે કપરું પૂરવાર થશે.
એચડીએફસી બન્યુ સૌથી મોટુ જૂથઃ એચડીએફસી ગ્રુપ બુધવારના કારોબારમાં ભારતનું સૌથી મોટુ બિઝનેસ ગ્રુપ બની ગયું છે. તેણે ટાટા ગ્રુપને પછાડીને આ મુકામ પ્રાપ્ત કર્યો છે. બ્લૂમબર્ગના આંકડા અનુસાર એચડીએફસી ગ્રુપની પાંચ કંપનીઓનું એમ-કેપ 10.4 લાખ કરોડ રહ્યું, જે ટાટા ગ્રુપની મીઠાથી લઇને સોફ્ટવેર સુધીની લિસ્ટેડ કંપનીઓનું એમકેપ રૂ. 10.38 કરોડ રહ્યુ હતું.
રાષ્ટ્રીયઃ કોચી સ્થિત નેવીના બેસમાં ગુરૂવારે સવારે દુર્ઘટના ઘટતાં બે જવાનનાં મોત નિપજ્યાં છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે એક એરક્રાફ્ટનું હેંગર નેવીના બેસ પર પડ્યું હતું. આ મામલે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યાં છે.
ઠંડીનો ચમકારોઃ સમગ્ર ઉત્તર ભારતમાં ખૂબ ઠંડી પડી રહી છે. મનાલીમાં ગુરુવારે બરફવર્ષા થઈ હતી.હરિયાણાના હિસારમાં બુધવારે 22 વર્ષમાં બીજી વખત ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી પડી હતી. અહીં તાપમાન માઈનસ 1 ડિગ્રી થઈ ગયું હતું. આ પહેલાં અહીં 1996માં ડિસેમ્બર મહિનામાં જ 1.8 ડિગ્રી અને 2013માં માઈનસ એક ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. શ્રીનગરમાં ઠંડીનો 28 વર્ષનો રેકોર્ડ ટૂટ્યો છે. અહીં આજે માઈનસ 7.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાનના ફતેહપુરમાં બુધવારનું તાપમાન માઈનસ 2.8 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.
અમેરિકાઃ અમેરિકાના કેલિફોર્નીયામાં ભારતીય મૂળના એક 33 વર્ષના પોલીસ અધિકારીની ડ્યૂટી દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેની ઓળખામ ન્યુમેન પોલીસ વિભાગના રોમિલ સિંહના રૂપમાં થઇ છે. ક્રિસ્ટમસની રાત્રે તે ઓવરટાઇમ કરી રહ્યા હતા અને ટ્રાફિક સંભાળતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.
આંતરરાષ્ટ્રીયઃ અમેરિકાની કોલિન ઓ'બ્રેડી (33) એન્ટાર્કટિકા ખંડને એકલા અને અન્ય કોઇની મદદ વગર પાર કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. તેઓએ ઉત્તરથી દક્ષિણ એન્ટાર્કટિકા સુધી 1600 કિમીનું અંતર 54 દિવસમાં પૂર્ણ કર્યુ. બ્રેડીએ અંદાજિત 180 કિલો સામાન ખેંચ્યો. તે દક્ષિણ ધ્રુવ પર 12 ડિસેમ્બર (યાત્રાના 40 દિવસ)ના રોજ પહોંચી ગયા હતા. પેસિફિક સમુદ્રમાં સ્થિત ફિનિશિંગ પોઇન્ટ રોસ આઇસ શેલ્ફ પર તે 26 ડિસેમ્બરના રોજ પહોંચ્યા હતા.
ક્રિકેટઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ગુરુવારે 47 રનના પોતાના સ્કોરમાં મેચને આગળ વધારવાનો રેકેરોડ રન મશિન કોહલીએ પોતાના ખાતામાં વધુ 35 રન જોડીને કર્યો છે. આ મેચને તેઓ સદીમાં તબદિલ કરી શક્યા ન હતા પરંતુ તેમણે વિદેશે એક કેલેન્ડ વર્ષમાં ભારત સૌથી વધુ રન બનાવીને રાહુલ દ્રવિડના 16 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે.
રાષ્ટ્રીયઃ કેન્દ્રિય પ્રધાન જયંત સિન્હાએ આજે જણાવ્યું હતું કે સરકારે એર ઇન્ડિયા માટે ફરી એક વખત પુનઃસજીવન યોજના તૈયાર કરી છે જે વ્યાપક નાણાંકીય પેકેજ, પ્રત્યેક એરલાઇનની વૈવિધ્યકૃત્ત વ્યૂહરચના અને તંદુરસ્ત સંસ્થાકિય સુધારાઓ પૂરા પાડે છે. સિન્હાએ લોકસભામાં બોલતા જણાવ્યું હતું કે સરકારે એર ઇન્ડિયા માટે જે યોજના બનાવી છે તે સ્પર્ધાત્મક અને નફાકારક એરલાઇન ગ્રુપ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
માર્કેટઃ ગુરુવારે નિફ્ટી 50 ડીસેમ્બર એફએન્ડઓ એક્સપાયરીમાં અર્ધો ટકો વધીને 10790ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે સેન્સેક્સ 157 પોઇન્ટ વધીને 35807 પર બંધ આવ્યો હતો. જોકે નિષ્ણાતોના અનુસાર અંડરટોન નરમ છે.