એક સમય હતો જ્યારે એના વગર સવાર હતી, ન સાંજ હતી હતી.....
વિન યાદે જાણે બળતી રાત હતી.....
ભલે શ્વાસ થંભી જાય પણ સ્મિત ન જાય એવી દરેક એ મુલાકાત હતી.....
એના શ્વાસ ની મહેક થી લઈ, એના પગલાની આહટ ની મને જાણે જાણ હતી.....
પરિવાર અને મિત્રો પછી લગભગ તો એ એક જ એવી વ્યક્તિ હતી કે જે મારા માટે નિસ્વાર્થ હતી.....
પણ ઉપરવાળો પણ થોડો વિચિત્ર છે એને સીધે સીધી વાત કોઇ પસંદ જ નથી.....
પ્રેમનું,સ્મિતનું અને વ્હાલના દરિયા નું એક હસતું રમતું શહેર એને સુનામીની કોઇ ભણક જ ન હતી.....
પ્રેમ ની નદીઓ વેરાન રણ થઈ,
કોણ જાણે કેમ વ્હાલ નો ગાંડોતુર દરીયો સમી ને શાંત થઈ ગયો,
પક્ષીઓનું મધુરમ કર્કશ લાગવા માંડ્યું,
જીવન જાણે ઝેર લાગવા માંડ્યું.....
તારી ને મારી એ અંતિમ વાત અને યાદ છે હજી એ દરેક મુલાકાત.....
દરેક મુલાકાત યાદ છે. એ આપડી રાત રાત સુધી ની વાતો.. ને આપડી મુલાકાતો... મીઠી હતી એ આપણી યાદો કેમ કે સાથ હતો તારો નાતો...
હતો હાથો માં હાથ ... યાદ છે એ આપણી વાત... તારા હસતા ચેહરા ને જોઈ ને જોઈ ને ખીલી ઉઠતું હતું આપણું ઘર...... ને.......
વધુ આવતા અંકે..........