Gujarati Quote in Blog by Tanuja Jogadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛કરામત ગજબની કરી જાય મિત્રો.
બની હસ્તરેખા ફળી જાય મિત્રો.

'કરીશું ઘણું' એવું કહેતા ફરે સૌ;
કહે ના કશું, બસ કરી જાય મિત્રો.

ન શબ્દો, ન ચ્હેરા ઉપર ભાવ કોઇ;
છતાં મનની વાતો કળી જાય મિત્રો.

તરસ માત્ર ખોબો ભરી પ્રેમની છેઃ
નર્યા વ્હાલથી મન ભરી જાય મિત્રો.

સતત ક્યાં જરૂરી છે પ્રત્યક્ષ હોવું?
સહજ શ્વાસ સાથે ભળી જાય મિત્રો.❜

Gujarati Blog by Tanuja Jogadiya : 111066421
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now