Gujarati Quote in Microfiction by Sharmistha

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંકુથાપા...


એણે એ અવાવરું ઘરની સાકળ ખખડાવી..


કેટલાયે જાળાઓ ત્યાં બાઝી ગયા હતા...


પછી ધીરે રહીને કમાડ ખોલી...


ધીમે ધીમે અંદર પ્રવેશી..


જાણે કે જુવાનીમાથી ફરી બાળપણમાં...


કેટલીયે યઃદો હતી તેની અહીં...


આ ઘરના ખૂણે ખૂણે.., કણે કણે..


પણ આ કંકુવર્ણા...થાપા...


એ ત્યાં જ આવીને અટકી ગઈ...


થયું કે ઊખાડીને ફેંકી દે એને..


એનું નિર્દોષ હાસ્ય.., પેલી ઝાંઝરીનો ઝણકાર..


એની બાળપણથી યુવાનીની સફર...


બધું જ કેદ હતું... એ કંકુવર્ણા થાપામાં...


એકની એક દીકરી.. છતાંય પારકી થાપણ...


એને તો વળાવવી જ પડે... પિતા અને સમાજના એ શબ્દો...


હજી પણ અથડઃતા'તા એને કાને...


એના ગયા પછી વૃધ્ધ પિતા.. વધુ વૃધ્ધ થતા ગયા...


માતા વિહોણી તો એ હતી જ...ને હવે એ ...


પિતા વિહોણી પણ....


બસ હવે આ ઝાંપો... આ અવાવરું ઘરની સાટળ....


અને આ... કંકુવર્ણા થાપા.....


-શર્મિષ્ઠા..'શબ્દકલરવ'

Gujarati Microfiction by Sharmistha : 111066419
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now