નિખાલસ છે બાળમાનસ
બાકી તો ગુંડાઓનું રાજ છે.
સમયે સમયે બદલાય
સમયે સમયે પલટાય
એ આજનો માણસ છે.
નથી શ્રદ્ધા કોઈને
નથી વિશ્વાસ કોઈને
સ્વાર્થ ખાતર પોતાના
સમયે સમયે બદલાય
સમયે સમયે પલટાય
એ આજનો માણસ છે.
સાચી લાગણીની સાથે
રમત ખોટી રમવામાં
સમજે ચાલાક પોતાને
સમયે સમયે બદલાય
સમયે સમયે પલટાય
એ આજનો માણસ છે.
હસાવવા કરતા ફસાવવામાં
વ્યસ્ત રહેતો કાયમ
બીજાને રડાવી ખુશ રહેતો
સમયે સમયે બદલાય
સમયે સમયે પલટાય
એ આજનો માણસ છે.
સત્ય ને અસત્ય બનાવી
જૂઠા પુરાવા ગણાવી
લાચાર ને મુક બનાવતો
સમયે સમયે બદલાય
સમયે સમયે પલટાય
એ આજનો માણસ છે.
બહારથી બાહોશ અને
ઉદાર દેખાતો માણસ
ભીતરથી તો સાવ ખોખલો
સમયે સમયે બદલાય
સમયે સમયે પલટાય
એ આજનો માણસ છે.