❤આ છે મારા પપ્પા❤
જીવન એમનુ અને જિંદગી મારે નામ
આ છે મારા પપ્પા!
ચંદ્રનો હિસ્સો નહિ પરંતુ આખુ આકાશ
છે મારા પપ્પા!
૫૦ રૂપિયા માંગતા,૫૦૦ રૂપિયા આપી દે
આ છે મારા પપ્પા!
એમના ખિસ્સાનુ બેલેન્સ ભલે ઓછુ થાય..પણ મારા મોબાઈલનુ બેલેન્સ કયારેય ઓછુ ન થવા દે
આ છે મારા પપ્પા!
પોતાની જરૂરિયાત કરતા મારા શોખને વધારે મહત્વ આપ્યું
આ છે મારા પપ્પા!
દુ:ખ મારુ અને આંસુ એમના
પૈસા એમના અને શોખ મારા
આ છે મારા પપ્પા!
રાશિ આવી "વૃક્ષિક" અને નામ આપ્યું "રાણી"
આ છે મારા પપ્પા!
દુનિયામાં એ નહિ પરંતુ જેનામાં છે આખી દુનિયા
એ છે મારા પપ્પા!
પોતાની જરૂરિયાતો ને Reject કરીને
મારા શોખને Download કરે
એ છે મારા પપ્પા!
સફળતાની 'રાહ' નહીં પરંતુ 'મંજિલ'
છે મારા પપ્પા!
નામ નહીં પરંતુ પોતાની રાજકુમારી કહીને ઓળખાણ કરાવે ને
એ છે મારા પપ્પા!
પોતાની Princess ના કોમળ હાથ કદાચ ઘરકામથી ઘસાઈ ન જાયને એ લાડથી કામ ન કરવા દે
એ છે મારા પપ્પા!
નિ:સ્વાથૅ પ્રેમની પરિભાષા છે
મારા પપ્પા!
મારા જીવનનો સાચો અથૅ છે
મારા પપ્પા!
*હદયનો ટુકડો નહિ પરંતુ હદયનો ધબકાર*
*છે મારા પપ્પા!*
❤NIVU JAIN❤