Gujarati Quote in Song by Jignesh Trivedi

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગગનમાં તું , મારામાં તું કે મારી ચોપાસ જણાવી દે તું ,
જગતમાં ફેલાયો છે કોનો આ અજવાસ જણાવી દે તું .

વૃક્ષને પાંદડે લીલપ થઇ ખીલે ને પાનખરમાં પીળાશ થઇ ખરે ,
સવારમાં કલરવ લઇ પંખીનો આકાશને ભરે.
તારા પગલાંની છાપનો છે કોઈ અવકાશ ,જણાવી દે તું.
ગગનમાં તું , મારામાં તું કે મારી ચોપાસ જણાવી દે તું ,
જગતમાં ફેલાયો છે કોનો આ અજવાસ જણાવી દે તું .

ફૂલમાં ફોરમ લઇ તું હવાઓમાં પ્રસરે ,
વરસાદી મોસમમાં ભીની માટીની મહેકે લસરે.
મોસમનો કઈ રીતે અનુપમ આવાસ જણાવી દે તું .
ગગનમાં તું , મારામાં તું કે મારી ચોપાસ જણાવી દે તું ,
જગતમાં ફેલાયો છે કોનો આ અજવાસ જણાવી દે તું .

આસ્થાનો તું છે અડીખમ વિશ્વાસ ,
કે માનવતાનો ઝળહળતો ‘પ્રકાશ’.
કે પછી દોસ્તીના સંબંધની સોનેરી સુવાસ જણાવી દે તું.
ગગનમાં તું , મારામાં તું કે મારી ચોપાસ જણાવી દે તું ,
જગતમાં ફેલાયો છે કોનો આ અજવાસ જણાવી દે તું .

ગગનમાં તું , મારામાં તું કે મારી ચોપાસ જણાવી દે તું ,
જગતમાં ફેલાયો છે કોનો આ અજવાસ જણાવી દે તું .

િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'

Gujarati Song by Jignesh Trivedi : 111065407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now