હૃદય મારુ આજ દ્રવી ઉઠ્યું
કેમ રહેવાય આ દુનિયા માં
કેમ જીવાય આ જિંદગી
લોકો તો લોકો જ હોય છે
જિંદગી મારી ને હું જ જીવીશ......
નિર્દય થઈ ચૂક્યા છે લોકો
બસ ખાડા માં પાડવું જ ધ્યેય
કેમ રહે લોકો આમ પોતાના માં પારકા
હવે ખોટા નથી આપણે કે પારકા બને પોતાના
જિંદગી મારી ને હું જ જીવીશ......
એ ચાર લોકો નક્કી કરે આપણું જીવન
એ સમાજ જ આપણું સંપૂર્ણ
વાત તો જરૂરી સમાજ ની ,પણ સર્વસ્વ નહીં
જિંદગી જીવીએ મરજી આપણી થી
જિંદગી મારી ને હું જ જીવીશ......
--પર્લ મહેતા