Gujarati Quote in Blog by Alkesh Chavda Anurag

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

@ ભારતીય ટેકનોલોજી : અતીત થી વર્તમાન...

બે હાથની હથેળી ભેગી કરી, આંગળીઓથી મોટી મુઠ્ઠી વાળી સાવ બે થી ત્રણ ઇંચ ની જાડાઈ ધરાવતી પથ્થરની કોતરણી વાળી કિલ્લાની દીવાલ પર જોરથી મુક્કો માર્યો અને એ પ્રાચીન દીવાલની ધ્રુજારી અનુભવવા હળવેકથી એની ઉપર હાથ મુક્યો પરંતુ સહેજ પણ ધ્રુજારી ન અનુભવાય...

માત્ર હથોડી અને ટાંકણું જેવા ટાંચા સાધનોથી એ પ્રાચીન પથ્થરો પર રહેલી બેનમૂન કોતરણી આજના સાધન સંપન્ન માનવની કારીગરીને એકી નજરે મ્હાત કરી શકવાની ક્ષમતા ધરાવતી હતી.

આજે વિસ પચીસ વર્ષમાં તિરાડ અને પોપડા પડવા લાગતા આપણાં સમતળ જમીન પરના મકાનો સામે હજારો વર્ષોથી અસમતલ અને સાવ ઉબળ ખાબળ જગ્યાઓ પર ઉભેલા આપણાં મહાન પૂર્વજોએ બનાવેલા કિલ્લા પોતાની મજબૂતાઈ અને ધારદાર વાસ્તુકલાની ગવાહી મૌન રીતે આપી રહ્યા છે. અજબ વાત એ છે કે એ મૌન છે પણ એમની નામના આખા જગતમાં મધુર સ્વરે આજે પણ ગવાઈ રહી છે...

- અલ્કેશ ચાવડા 'અનુરાગ'

https://goo.gl/eG8aKD
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... ઉપરની લિંકથી...

Gujarati Blog by Alkesh Chavda Anurag : 111065110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now