#ccsheth
પ્રેમ ની વાત આવે એટલે તો એક બીજી પ્રેમ કહાની પણ યાદ આવી જાય .રાજભા ગઢવી કહે છે આ પ્રેમ કથા .એ છે લેલા અને મજનુ . જયારે લેલા નું મૃતયુ થયું ત્યારે મજનુ ખુબજ દુઃખી હતો . એ અલ્લાહ નો પાઠ વાંચી ને લેલા ને યાદ કરતો .એક દિવસ અલ્લાહ ખુશ થયા અને કહું બોલ તારે શુ જોઈ એ છે .માંગ અને મજનુ બોલ્યો ,"મને તો મારી લેલા જોઈએ છે એ આપી શકશો ?? ત્યારે એક વ્યક્તિ મજનુ ને આમ તડપતો જોઈને રાજા પાસે જાયી ને કહયુ "આપણા ગામ નો એક વ્યક્તિ જેનુ નામ મજનુ છે .એ પ્રેમ પ્રેમ કરતો તડપી રહ્યો છે . લેલા ની બધી વાત કરી . બીજા દિવસે રાજા એ મજનુ ને દરબાર માં બોલાવ્યો અને દસ સુંદર કન્યા હરોળ માં ઉભી રાખી ને મજનુ ને કહું " જે કન્યા ગમે એના જોડે તારા નિગાહ મંજુર કરાવી દયિસ . મજનુ વારાફરથી દરેક કન્યા ને જોઈ . અંત માં રાજા એ પુછયુ કયી કન્યા પસંદ આવી ??? ત્યારે મજનુ બોલ્યો કે એકપણ નહિ . રાજા કે તારી લેલા કરતા બધી સુંદર કન્યા છે . મજનુ બોલ્યો " તમે મારી લેલા ને નથી જોઈ .રાજા કે મેં જોઈ છે ,મજનુ કે નથી જોઈ . રાજા કે કેમ નથી જોઈ ??" ત્યારે "મજનુ બોલ્યો મારી લેલા ને જોવા મજનુ ની આંખો જોઈએ ." સાહેબ જે ફક્ત મારી જ છે .
આને કહેવાય પ્રેમ અને બીજો માબાપ નો પ્રેમ . જેનું મૂલ્યાંકન આંકીજ ના શકાય . માંબાપ એવી હસ્તી છે .જેની મહેનત નું તમે એક શુ સાત જન્મ માં પણ એનું કર અદા નહિ કરી શકો .
-- maheshwari Nayi
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111064405