ગર્લ્સ હોસ્ટેલનો દરવાજો અઠવાડિયામાં બે કે ત્રણ વાર રાત્રે ૧ વાગ્યા પછી ચોકીદાર દલસુખ ચૂપકીદીથી ખોલી આપે. ગૃહમાતા સુરેખાબેન એક નવી છોકરીને ચોરસો ઓઢાડીને બહાર લઇ જાય.

બે ત્રણ કલાકે એ લોકો પાછા આવે અને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં પોતાની બે દીકરીઓ સાથે રહેતા દલસુખ સિક્યુરિટીને રાત્રે નિયમ વિરુદ્ધ દરવાજો ખોલી આપવાના પૂરા ૧૦૦ મળે.

ગઇકાલે અચાનક એ છોકરીના ચહેરા પરથી ચોરસો ખસી ગયો. અને એને જોઈને દલસુખને ઝેર ખાવાનો વારો આવ્યો.

-ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

-- Jignasha Parmar

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111063545

Gujarati Microfiction by Ashq Reshammiya : 111063752

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now