ગુજરાત ચૂંટણીઃ ચૂંટણી જીતવા ભાજપ પણ મોડે મોડે કોંગ્રેસનો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવો રાહ અપનાવતા ગુજરાત સરકારે વીજળ બીલના નાણાં નહી ભરનારા આશરે છ લાખ બાકીદારોની મૂળ રકમ અને વ્યાજ સહિત રૂ. 625 કરોડની માફીની જાહેરાત કરી છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના 48 કલાક પહેલાજ સરકારે આ નિર્ણય કર્યો છે. આનો લાભ ઔદ્યોગિક જોડાણને બાદ કરતા કેટલાક ખેતીવાડી અને કોમર્શિયલ જોડાણોને પણ લાભ મળશે. આ ઉપરાંત આસામની ભાજપ સરકારે પણ રાજ્યના આશરે 8 લાખ ખેડૂતોનું આશરે રૂ. 600 કરોડનું દેવુ માફ કરવાની જાહેરાત કરી હતી. જોકે ભાજપે ઓડિશામાં 2019માં વિજય પ્રાપ્ત થશે તો આ દેવું માફ કરવાનું વચન આપ્યું હતું.
આઇપીએલઃ આઇપીએલ 2019 માટે ખેલાડીઓની હરાજી દરમિયાન મુંબઇના શિવમ દુબે અને તામિલનાડૂના વરુણ ચક્રવર્તીએ સૌને ચોંકાવી દીધા હતા. આ બન્ને ઓલરાઉન્ડર્સની બેઝ પ્રાઇસ રૂ. 20 લાખ રાખવામાં આવી હતી. જેમાં જેમાં વરુણને તેની બેઝ પ્રાઇસથી 42 ગણી વધુ કિંમત પર કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદી લીધો હતો, જ્યારે શિવમને બેઝ પ્રાઇસથી 25 ગણી કિંમતે રોલય ચેલન્જર્સે રૂ. 5 કરોડમાં ખરીદી લીધો હતો.
હેલ્થઃ ગુજરાત દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનારા રાજ્યોમાં સામેલ છે. તેની અસર અહીં લોકોના દાંત પર પણ જોવામાં આવી છે. ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટિના રિસર્ચ અનુસાર દાંતમાં કેલ્શિયમની માત્રા સૌથી વધુ છે. જે કેરળ, કર્ણાટક, તામિલનાડૂ અને આંધ્ર જેવા દક્ષિણ ભારતીય રાજ્યોમાં રહેનારા લોકોની તુલનામાં વધુ છે.
પ્રિ-માર્કેટઃ ગઇકાલે સવારના સત્રમાં શેરબજારમાં મંદીનો ટોન જોવા મળ્યા બાદ બપોર પછી પોઝિટીવ ટોન જોવા મળ્યો હતો અને દિવસના લોથી 80 પોઇન્ટનો સુધારો થયો હતો. આમ દિવસને અંતે માર્કેટ મહદઅંશે પોઝિટીવ બંધ આવતા આજે ખુલતામાં બજાર પોઝિટીવ વલણ દર્શાવી શકે છે. ઊંચા મથાળે નફો બુક કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. આજે નિફ્ટી 10,938થી 10,990ની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે મહત્ત્વનો સપોર્ટ 10,850 અને 10,800 પર છે. ટૂંકમાં સાવચેતી સાથે વેપાર કરવાની સલાહ છે. દરમિયાનમાં નેશનલ સ્ટોકએક્સચેજ ઓફ ઇન્ડિયા (એનએસઇ)ને સેબી પાસેથી નિફ્ટી ઇન્ડેક્સ પર સાપ્તાહિક ઓપ્શન્સ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. જેના કારણે ઓપ્શન સેગમેન્ટમાં વોલ્યુમોમાં વધારો થવાની ધારણા છે અને માર્કેટ ખેલાડીઓને હેજિંગ ટૂલ મળી રહેશે.
રાષ્ટ્રીયઃ ઓલ ઇન્ડિયા કિસાન સભાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોન માફી અંગેની અપ્રતિબદ્ધતા સામે મંગળવારે 8 અને 9 જાન્યુઆરીના રોજ ‘ગ્રામિણ ભારત બંધ’નું એલાન આપ્યું છે. બે દિવસીય બેઠકમાં સેન્ટ્રલ કિસાન કાઉન્સિલે આ નિર્ણય લીધો હોવાનું એઆઇકેએસના પ્રેસિડન્ટ અશોક ધાવલેએ જણાવ્યું હતું.
હસ્તાંતરણઃ એલઆઇસીએ આઇડીબીઆઇ બેન્કમાં 51 ટકાનો કંટ્રોલીંગ હિસ્સો પ્રાપ્ત કરવા માટે શેરદીઠ રૂ. 61.73ના ભાવે ઓપન ઓફર કરી છે. સરકારની માલિકીની આઇડીબીઆઇ બેન્કે મંગળવારે જણાવ્યું હતું કે તેને બેન્કનો વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવા માટેની ઓપન ઓફર માટે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી) પાસેથી આખરી પત્ર મળી ગયો છે.
પતિ-પત્નીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે જણાવ્યું હતું કે સરકાર અને આરબીઆઇ વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો છે અને બન્ને વચ્ચેના મતભેદો બન્ને જણા એકસૂત્રતાથી કામ કરી શકે તે રીતે ઉકેલવા જોઇએ. તાજેતરમાંજ આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલે સરકારના આરબીઆઇમાં વધુ પડતા હસ્તક્ષેપ રાજીનામુ આપી દેવાના તરત જ બાદ આ ટિપ્પણી કરવામાં આવી છે. મનમોહન સિંઘે આવું પોતાના પુસ્તક ‘ચેન્જિંગ ઇન્ડિયા’ના વિમોચન સમયે પત્રકારોને જણાવ્યું હતું.
ડ્રાઇવીંગ લાયસંસઃ સરકાર ટૂંક સમયમાં દેશભરમાં એકસમાન ડ્રાઇવીંગ લાયસન્સના નિયમો જારી થનાર છે. હાલમાં દરેક રાજ્યના લાયસંસ અલગ અલગ કલરના છે તેને એકસમાન બનાવાશે.