ખબર છે તોયે પૂછે છે લખતી નથી કેમ?
જરા એટલું સમજો હોં રાજ..
હું કોરો કાગળ ને તું શાહી હો ને એમ.
ખબર છે તોય પૂછે છે તરતી નથી તું કેમ?
જરા એટલું સમજો હોં રાજ..
હું રજકણ ચંદરડા નું દુનિયા ને ન બતાઈ એમ.
ખબર છે તોય પૂછે છે બોલતી નથી તું કેમ?
જરા એટલું સમજો હોં રાજ..
સમજો તુજ મૂર્તિ ની વેણુ સંભળાય નહીં એમ.
ખબર છે તોય પૂછે છે તને કેટલો છે પ્રેમ?
જરા એટલું સમજો હોં રાજ..
શરીર તારા નામ નું પાનેતર ને
"ભુમિ" ને સૂરજ હોય જેમ,એટલો મારો પ્રેમ.
- ભુમિ પંડ્યા