પરિવર્તન

હવે નથી જીવવું ભૂતકાળમાં;
આજની પ્રત્યેક ક્ષણનું કરૂં જતન !

હવે નથી કરવી ભવિષ્યની ચિંતા:
આ જ પળમાં માણું જીવન !

હવે નથી કરવી સરખામણી અન્યો સંગ ;
નિજ સ્વરૂપ સ્વીકારીને રહું મગન !

હવે નથી કરવી સંબંધ માં હરિફાઈ;
નિજ સંબંધોનું સસ્નેહ કરૂં જતન !

હવે નથી થવું ખિન્ન નાની શી વાતમાં;
મારા ચિત્ત ને સદૈવ રાખું પ્રસન્ન !

હવે નથી થવું અકારણ ભયભીત ;
આત્મવિશ્વાસથી ભરું મારું મન !

હવે નથી કરવી ઈશ્વરને કોઈ ફરિયાદ ;
એનાં નામ નું હંમેશાં કરૂં મનન !

હવે નથી થવું આ સંકલ્પોથી વિચલિત;
હું ચાહું છું મારા જીવનનું પરિવર્તન !

ડૉ.સેજલ દેસાઈ
સુરત ?

Gujarati Good Night by Dr Sejal Desai : 111061827
Vasani Kalpesh 8 year ago

એક ડોક્ટરમાં આટલા સુંદર કવિયત્રી છુપાયેલા છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now