આંખ ભરીને બેઠો છું
આવો તો નવરાવી દઉં!
હીવડામાં ખીલ્યા છે બાગ
કળી ચૂંટીને બેઠો છું
આવો તો મ્હેંકાવી દઉં!
કોઈ આવતું નથી કોઈ જતું નથી
તન્હાઈ લઈને બેઠો છું
આવો તો એ ભગાડી દઉં!
ઝાંઝવાઓને ખોયા પછીનો
ઝાકળ ઝાલીને બેઠો છું
આવો તો એ અધરે લગાવી દઉં!
નશો કરીને બેઠો છું
આવો તો ઉતારી દઉં!
-અ.રે.?