*_' મરીઝ 'ની એક સુંદર ગઝલ_*
_લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો , , ,_
_દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો . . ._
_એની બહુ નજીક જવાની સજા છે એ , , ,_
_મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો . . ._
_રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં , , ,_
_મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો . . ._
_સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા , , ,_
_દો ઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો . . ._
_એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો , , ,_
_જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો . . ._
_એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે , , ,_
_એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો . . ._
_સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ , , ,_
_પીનારા સાથે કામથી પાનાર પણ ગયો . . ._
_કેવી મજાની પ્રેમની દીવાનગી હશે . . . !_
_કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો . . . !!!_