બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
બસ છેલ્લે ક્યારે
મજા આવી એ યાદ નથી,
વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,
આંખના ખૂણા મૈં સાફ કર્યા હતા કે,
ખરી ગયું એ પાણી,એ યાદ નથી,
આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,
જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,
જીવતા જીવતા ઇચ્છાઓ ને બધાની,
ક્યારે હું મનેજ ભૂલ્યો એ યાદ નથી,
ઉભો નથી કતારમાં તારા મંદિરએ ઇશ્વર,
પણ તને હું ભૂલ્યો એવી ક્ષણ યાદ નથી.