Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઘર_માં_સ્ત્રી_ની_ખોટ .

આટલા વર્ષો માં આજ પહેલીવાર,જયારે કલમ હાથ લીધી,ને ઘરમાં સ્ત્રી ની ખોટ પર લખવાનું મન થયું જયારે મારા મમ્મી બહાર ગામ ગયા ને,મારુ પોતાનું કામ મારા માથે આવ્યું ને ના કરી શક્યો પૂરું.

જેના ઘર માં સ્ત્રી છે,અને ક્યારેક એના એક દિવસ બહાર જવા થી જો આવી હાલત થતી હોય,તો જાણી લો જેના ઘર માં સ્ત્રી જ નથી,ના,માઁ ના સ્વરૂપ માં,ના બહેન ના સ્વરૂપ માં,ના પત્ની ના સ્વરૂપ માં,એની શું હાલત થતી હશે,એનો અહેસાસ હું આજ કરી શકું છું.

માઁ, કે બહેન એતો જન્મ થી મળે છે,પણ પત્ની જે નશીબ થી મળે છે,સમાજ ની ઈચ્છા થી મળે છે,પોતાના ના ઘર ના દેખાવ થી મળે છે,એજ પત્ની સ્વરૂપ સ્ત્રી એમને બધું હોવા છતાં પણ પ્રાપ્ત નથી થતી અને આજીવન એકાંત માં હૃદય બાળી જીવવું પડે છે,રોજ સુતી વખતે માથું રાખેલું તકયું ભીનું કરવું પડે છે,દિવસ ભર ની કાળી મજૂરી કરનાર માણસ પોતાના સારા અને ભોળા સ્વભાવ ના કારણે આ જીવન એકલો રહી જાય છે,અને એક સ્ત્રી ની ખોટ મરતા મરતા પણ મહેસુસ કરતો જાય છે, એનું કારણ એટલું જ હોય છે,કે સામે વાળા ની ઈચ્છા પૂરતું સુખ એની પાસે ના હોવાનું કારણ એને આજીવન એકલો રહેવા માટે મજબુર કરે છે.

અને એનું સુખ એ લોકો ના જીવન માં જાય છે,જે લોકો ને સ્ત્રી કે સ્ત્રી ના માન સન્માન,અને મહત્વ ની સમજણ નથી હોતી,અને આ જીવન સ્ત્રી ના માન સન્માન ને ઠેસ પહોંચાડે છે.


મેં સ્ત્રી ની ખોટ ની વાત કરી છે,પણ એક ઘર એવું પણ હોય છે જ્યાં સ્ત્રી હોય છે પણ સ્ત્રી પણું નથી હોતું,કહેવાય છે કે મકાન તો ઈંટો થી બને છે,પણ ઘર તો સ્ત્રી થી બને છે,એ કમી અમુક ઘર માં સ્ત્રી હોવા છતાં પણ વર્તાતી હોય છે,દેખાઈ સ્ત્રી ખરી પણ સ્ત્રી ના ગુણ નથી હોતા,અને એને પામવા વાળો વ્યક્તિ,લોહી ના આંસુ રોતો હોય છે.

સ્ત્રી એટલે એક ભરાવદાર વૃક્ષ નું મૂળ કહેવાય છે,જે વૃક્ષ નું મૂળ કમજોર હોય એ વૃક્ષ ના તો વધુ ટકે છે,ના તો તેના પત્તા કામ આવે છે.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111059259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now