ચાલો થોડો સમય પોતાના માટે કાઢીએ
રોજની જિંદગી બાજુ પર મૂકી
પોતાને થોડું પ્રાધાન્ય આપીએ
દુઃખ ભૂલી હર્ષ યાદ કરીએ
ચાલો થોડો સમય પોતાના માટે કાઢીએ
દુનિયા ને વિસરી જઈ પોતાના માં ઝાંખીએ
લોકો કરતા પહેલો પ્રેમ પોતાને કરીએ
પોતાના માં ઊંડા ઉતરી પોતાના વિશે થોડું જાણીએ
લોકો ને મહાન માનવા કરતા પોતાને મહાન માનીએ
ચાલો થોડો સમય પોતાના માટે કાઢીએ
લોકોની સુંદરતા ના વખાણ કરતા પહેલા
પોતાની દૃષ્ટિ ની ઉત્તમતા વિચારીએ
બસ એક દિવસ પોતાના માટે ફાળાવીએ
ચાલો થોડો સમય પોતાના માટે કાઢીએ
--પર્લ મહેતા