ઘડયા તે અગણિત ઘાટ
જાણે તુ તો ઘડવૈયાની જાત.
રંગ પૂર્યા તે સઘળા જીવનમાં
જાણે તુ તો ચિત્રકારની જાત.
કલા શીખવી તે સર્વ જીવને
જાણે તુ તો કારીગરની જાત
પાલી-પોષીને મોટા કર્યા તે
જાણે તુ તો બાગબાનની જાત.
પાઠ ભણાવ્યા તે ધર્મ-કર્મના
જાણે તુ તો સાધુ-સંતની જાત.
તરતા શીખવ્યું તે ભવસાગર મહી
જાણે તુ તો તરવૈયાની જાત.
પાલક, તારક,ને તુ દાતાર
પરમેશ્વર તારો આભાર.
'kajal'