❛આ આપણી વચ્ચે ઊઘડતું બારણું,
કાં લાગતું ગઈ કાલનું સંભારણું ?

ઇ-મેલ બ્લેંક મોકલું છું હું તને,
વાંચી શકે તો વાંચ ખાલી પણું !

લે આંખ મીંચી મૌન હું ઊભો રહ્યો,
છે ક્યાં હવે મારાપણું- તારાપણું ?

આકાશમાં થીજી ગયો છે સૂર્ય પણ,
ને જાત જાણે ઓલવાતું તાપણું.

આ શ્વાસ છે , તે શ્વાસની ચાદર વણું,
હોવું, ન હોવું ક્યાં કશું છે આપણું ?❜

English Shayri by Harshil Patel : 111056441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now