ચાલ થોડું જીવી લઈએ
બઉ થયું થયો રોજનો ત્રાસ
રોજની આ ભાગદોડ છોડી
ચાલ થોડું જીવી લઈએ
ક્યાં સુધી માત્ર આ નાના માર્ગ ના મુસાફર રહીશું
થોડું મોટું પણ વિચારી લઈ જિંદગી જીવી લઈએ
નફરત ને દૂર કરી ચાલ થોડો પ્રેમ લાવી દઈએ
ચાલ થોડું આનંદ થી જીવી લઈએ
જીવતાં જિંદગી ઘણું મોડું શીખ્યા છે
પણ જાગ્યા ત્યારથી જ સવાર છે
અડધી જિંદગી તો કાઢી ઊંઘ માં
તો અડધી તો આનંદ સાથે જીવી લઈએ
ચાલ થોડું જીવી લઈએ
પ્રેમ ની શોધ કર્યા વિના
ચાલ થોડો પ્રેમ કોઈ ને આપી દઈએ
નફરત ના બીજ વાવવા કરતા
તેના કાંટા તોડી લઈએ
ચાલ થોડું જીવી લઈએ
--પર્લ મહેતા