તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં
તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં
સાંઈ ! તમે જ કંઈક કહો તાંતણા વિશે
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં
જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમા
તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના
એનોય હાથ હોય છે તારા વિકાસમા.