ઉત્તર નો વાયરો વાયો, નક્કી શિયાળો આવ્યો.
જલદી ભેગા કર લાકડા ને છાણાં, હું માચિસ લાયો.
જાકીટ મફલર ઊન નો ટોપલો, ખોલો જુનો પોટલો.
શહેરમાં ભુલાયો એ તાપણો,ને મિત્રો સાથે નો મેળાપ આપણો.
વાતો માં રાત વિતી જાય, ભલે ને ઘરના બધા ખિજાય.
હરખાતા હરખાતા લાકડા ઓરતા નવી વાર્તા કરતા.
"નર" ફરી એકવાર શિયાળામાં સફર ભુતકાળની કરશું.