Gujarati Quote in Song by Bhamro

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું મારો સાંવરીયા.
-----------------------
સંગ દે, સંગ દે, સંગ દે ઓ રે મારા પીયા,
હું રે રાધા પ્રેમ ઘેલી તું મારો સાંવરીયા............. ( 2 )

ઝંખું રે હું તો ઝંખતા તુજને મહી વાટડી,
થઇના તુજ સંગ સમણા મહી વાતલડી,
તરસે રે તુજ એક ઝલક કાજે નજરીયા.
હું રે રાધા પ્રેમ ઘેલી તું મારો સાંવરીયા.
સંગ દે, સંગ દે, સંગ દે રે ઓ મારા પીયા..... ( 2 )
લાગે છુંના છુંના કંગન મુજ કલાઈના,
રાતી થઈ આંખલડી ના જાય દી જુદાઈના.
સ્મરે સુર તુજ વાંસળીના હૈયે ઘાવ ભરાઈ ના.
ફર ફર ફરકે પાંપણ, તુજ રાહમાં શામળીયા,
હું રે રાધા પ્રેમ ઘેલી તું મારો સાંવરીયા, ( 2 )

બેઠી રે બની હું જોગણ યમુના કિનારે,
જીવડો જાય જાય થાય હાય તારા વિના રે.
શ્યામ નામ ઝેર મીરા એ અમસ્થા ન પીધા રે.
ન રહી જગની લાજ શરમ, પ્રીતની સે ખુમારીયા,
હું રે રાધા પ્રેમ ઘેલી તું મારો સાંવરીયા, ( 2 )
કેવો તે લાગ્યો રંગ મુજને તુજ સંગ નો,
હું નાચું મલકાઈ થીરકે પંજો રે પગનો,
તુ ના પાસ રહ્યા એકલા હું ને ડગરીયા,
રહી ના આશ, વહ્યા આંસુ ને ખામોશ પાયલીયાં.
હું રે રાધા પ્રેમ ઘેલી તું મારો સાંવરીયા.... ( 2 )
બહું ના તરસાવ નજરૂ લુછે મારી ચૂંનરીયા,
સંગ દે, સંગ દે, સંગ દે ઓ રે મારા પીયા,
હું રે રાધા પ્રેમ ઘેલી તું મારો સાંવરીયા... ( 2 )

#ભમરો ....

Gujarati Song by Bhamro : 111055069
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now