એ જિંદગી એક જવાબ આપ ને.. થઇ જશે એનો કોઈ રસ્તો બતાવને..
હજુ ઘણું લાબું જીવું છે મારે કાંઈ રસ્તો આપને
સાથીદાર કંઈક મળી ગયા કોઈ ખાસ આપને.
.
હજુય શ્વાસ મારાં અધૂરા લેવાય છે
તારી પાસે હોય તો હસવાનું બહાનું આપને..
એ જિંદગી મને એક સરવાળો આપને..
કરી છે ઘણા ની બાદબાકી છતાં કોઈ ખાસ બચ્યું નથી.
કોઈ નવા માણસ ની હાજરી આપને..
છું અંધકાર માં તુ અજવાળું આપને..
એ જિંદગી, નથી જરૂર કોઈ વિશાળ ખુશી ની, માત્ર એક પળની મજા આપને..
એ જિંદગી, ભલે હોય સફરમાં ઘણા બધા, પણ એક સારી હમસફરમાં આપને..
એ જિંદગી, થાકયો છું આ નિરાશાઓ થી , કઈ નવી આશાની કિરણ આપીને...
એ જિંદગી નથી જોઈતું કઈ તારી પાસે બસ મને મારા પરિશ્રમનું ફળ આપને....