❛કાલ જે ગરબામાં મળી હતી
એ છોકરીની આ વાત છે.
જોતાં તો એ લાગતી'તી નમણી નાગરવેલ
જ્યારે આમ-તેમ નજર ફેરવતી ત્યારે લાગતી'તી ઢેલ.
ઓઢેલ આછી ચુંદડીમાંથી દેખાતી'તી એની કેડ (કમર)
જોવા એ કમરના વળાંકને નજર પણ કરતી હતી મેળ.
એક તો થઈ હતી એટલી તૈયાર
અને એમાંય ચશ્મા ચડાવીને બેઠી હતી
લાગતું હતું જાણે ઘાયલ કરવાનો પ્લાન
અગાઉથી ઘડીને બેઠી હતી.
કંઈક જુવાનીયાઅો એને જ જોતા હતાં મેદાનમાં
બીજાની ક્યાં વાત કરું અમે ખુદ પણ ન્હોતા ભાનમાં.
ગરબાના તાલે ને થનગનતી ચાલે
મીઠું સ્મીત રેલાવતી હતી
કૈંકના હૈયા પલાળતી હતી.
નજરો તો ઝુકાવી દિધી હતી મારા માનમાં
પણ મને ક્યાં કંઈ ખબર પડે છે સાનમાં ?
એણે તો આંખના ઈશારેથી કોઈ વાત કિધી
પણ મેં તો શરમાઈને નજર હટાવી લીધી
નવલી નવરાતની એક રાતની આ વાત છે
કાલ જે ગરબામાં મળી હતી
એ છોકરીની આ વાત છે.❜