કાફિયા
કાફિયાને ચાયણી મારો ,
રાગિણીને ચાયણી મારો .
નજર બંદી તોડવા માટે ,
ચારિણીને ચાયણી મારો .
ચાર ભીતોને કહો ઘર તો ,
માલિકીને ચાયણી મારો .
રાહ જોઇને યુગો વીત્યાં ,
તારિખીને ચાયણી મારો .
દરિયો થઇ ને જો નદી ગાળે ,
તારિણી ને ચાયણી મારો .
વેશ બહુ રૂપી ધરી મારે ,
ધારિણી ને ચાયણી મારો .
આંખો નો સુરમો કરે ઘાયલ ,
કામિની ને ચાયણી મારો .