રોમે-રોમ પ્રગટ્યા છે પ્રેમ ના દીવા,
જેની અગન આજે દિલ સુધી જાય છે.
અસીમિત છે ઇચ્છાઓ મારી તમને કશુંક કહેવાની,
બસ હોઠ અને હ્રદય વચ્ચે કિનારા થોડા બંધાય છે.
ગંગાના નીર મા રહી જ છે ક્યાં એ શક્તિ હવે,
ખારા-ખારા પાણીએ મનની વ્યથા ધોવાય છે.
જરા વિચારો કેવી હાલત હશે એ લાચાર "જુગારી' ની,
બાજી પોતાના હાથમાં છે અને બીજા જીતી જાય છે.
શું મૌન રહેવું એ પણ ગુનો છે આ જીવનમાં?
બાકી શબ્દ સાથે અથડાઈને પ્રેમના વહાણ કંઈક તૂટી જાય છે.
કેવું બદનસીબ હશે બિચારું એ પાંદડું,
વસંતની ઋતુ માંય પીળું પડી જાય છે.
અજાણ હતો અત્યાર સુધી હું પ્રેમની વ્યાખ્યા થી,
જેની તીવ્રતાનું બ્રહ્મજ્ઞાન હવે મને થાય છે.
માફીની અપેક્ષા સાથે આટલે જ ઉભો રહી જાઉં છું,
બાકી પહાડોમાં પડેલા પડઘા પાસે આવતા ઘણીવાર લાગી જાય છે.
- પ્રશાંત ચૌહાણ ( પાલનપુર )