Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* " નથી ગમતી મને "*
@ કવિતા......
ચાંદની વિનાની રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને.

હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા,
બદલાતા ચેહરા ની જાત નથી ગમતી મને.

અણમોલ જીંદગી ની ક્ષણોને કેમ વેડફી નાખુ???
આ જગત ની ફાલતુ પંચાત નથી ગમતી મને.

મહેનત નો પરસેવો સૂકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને.

જે કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમા ઝેર ની સોગાત નથી ગમતી મને.

" ભાવના " કંઈ નવુ શીખવાનું ના મળે તો,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને..........

Gujarati Blog by Bhavna Bhatt : 111054152
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now