To.. captian...
તને પામવા જો ઇમરોઝ બનવું પડે તો પણ હું બનવા માટે તૈયાર છું, એના માટે તારે અમૃતા બનવાની કોઈ જરૂર નથી. હું બસ તને એક નિઃસ્વાર્થ ભાવે ચાહવા માંગુ છું, મારે કંઈજ નથી જોવતું તારી પાસે, બસ એક તું મને મળી જઈશ તો જાણે આખી દુનિયા મારી આસ પાસ ઘેરાઈ વળી હોય એમ લાગશે, કારણ કે તું જ તો મારી દુનિયા છે.
મારા જીવનમાં આવેલી તું એ પ્રથમ વ્યક્તિ છે જેને મને ચાહવા છતાં સ્વીકાર્યો નથી, ના સ્વીકારવાનું કારણ પણ હું જાણું છું. ના તે ક્યારેય મારો કોઈ સ્વાર્થ માટે ઉપયોગ કર્યો છે.. તું તો મને ક્યાંય બાંધવા જ નથી માંગતી, એક આઝાદ પંખીની જેમ મુક્ત ગગનમાં વિહરવા દેવા માંગે છે. પણ હુંય દુનિયાના બધા રંગોને જોઈને બેઠો છું, બધા અનુભવોમાંથી પસાર થઈને નીકળ્યો છું, અને એટલે જ હું તારાથી દૂર જવા નથી માંગતો, કાયમ તારી સાથે રહેવા માંગુ છું, તારી સાથે એક એવા બંધનમાં બંધાઈ જવા માંગુ છું જે ક્યારેય તૂટે નહિ. તારા ના કહેવા છતાં તારી રાહ જોવી, તારી ઉદાસીમાં પણ તારી સાથે રહેવું, તારું ગુસ્સે હોવા ઉપર પણ મારું પ્રેમભર્યું વલણ રાખવું. આ બધું મને ગમે છે. આ બધું કરવામાં મારી કોઈ ફરજ કે મારો કોઈ સ્વાર્થ નથી છુપાયેલો.. એક નિઃસ્વાર્થ પ્રેમ છે. અને આ પ્રેમ દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી સીમિત નહિ રહે.. આ પ્રેમ મારા છેલ્લા શ્વાસ સુધી ટકેલો રહશે.
તારા વગર મારા શબ્દો પણ એકલા પડી જાય છે. શું લખવું ? શું કહેવું ? એ પણ નથી સમજી શકતો..આખી દુનિયા મારી સામે હોય છતાં એ દુનિયાના બધા ચહેરાઓમાં હું એક તારો ચહેરો શોધ્યા કરતો હોઉં. તારી સાથે જ્યારે સરસ વાતો થતી હોય ત્યારે એકલો એકલો પણ હસતો હોઉં, અને જ્યારે કોઈ બાબતે તું મારાથી નારાજ હોય ત્યારે એ હસવાનું ક્યાં ગાયબ થઈ જાય એ પણ મને ખબર નથી રહેતી..
તું દર વખતે કહેતી હોય છે ને "મને આટલું મહત્વ ના આપો."તો કેમ ના આપું ? એવું કોઈ કારણ નથી કે તારું મહત્વ મારી આગળ ઘટી જાય.. કોઈએવી વાત નથી જેના કારણે હું તારાથી દૂર જઈ શકું.. તારા માટે વિચારી ના શકું.. તે મને ઘડયો છે, સમજ્યો છે, સાથ આપ્યો છે.. તે તારું કામ મારા જીવનમાં કરી લીધું છે. હવે મારી વારી આવી છે. તને સમજવાની, તને સાથ આપવાની, અને આમ હું અડધા રસ્તે અલગ ચાલી નીકળું તો મારા અને બીજા લોકોમાં શું ફરક ?
હજારો સ્વાર્થના સંબંધમાંથી એક નિઃસ્વાર્થ સંબંધ શોધવો એટલે ઈશ્વરને શોધવા બરાબર છે.. અને મારો ઈશ્વર મને સામે ચાલી ને મળી રહ્યો છે તો હું એને કેમ ના સ્વીકારું ?
એક તારો જ શ્યામ...#nick