આપણે જેટલું હળ્યા-મળ્યાં, જેટલું હસ્યા-રડ્યા એ યાદગાર પળો હંમેશા મને આ જિંદગીભર તો યાદ રહેશે..
કદાચ તું લાંબા સમય ના અંતર પછી ભૂલી જાય પણ હું તને આ જિંદગી માં તો નઇ જ ભૂલું..અત્યારે ભલે આ વિરહ ના આંસુ દુઃખી કરતા હોય પણ આંખો નિચોવાઈ જશે પછી એ આંસુ સુવાસ રૂપે યાદો ના ફૂલો માં સમાઈ જશે જેમાંથી રોજ રોજ થોડી સુવાસ માણતી રહીશ.
આજે કબુલું છું, મને જે મળ્યું છે તારા તરફ થી એ મારી હેસિયત બહાર નું હતું. કોઈ વ્યક્તિ દુનિયા માં તારા જેવી હશે જ નહીં એ હું છાતી ઠોકી ને કહી શકું છું. ઘણા મળ્યા પણ તારા જેવું નંગ આ જગત માં ક્યાંય છે જ નઈ " કોહિનૂર".
સ્વાર્થ વિનાના કોઈ સંબંધ હોતા જ નથી આ દુનિયા માં, પણ મને એમાં પદ્મશ્રી એનાયત થયેલું છે "તારા સ્વરૂપ માં"
એવું પણ બને કે હવે આપણે ક્યારેય ના મળીયે. વિસ્મૃતિ નો પડદો કદાચ તારી યાદ ઉપર પડી પણ જાય, પણ હવે મને કોઈ અફસોસ નથી. હા, પણ એક વાત ચોક્કસ કહીશ કે મારા હૃદય ના નાનકડા ખૂણા માં તું હંમેશા રહીશ જે મારી ચિતા માં મારા સળગવાની શરૂઆત માં મારો સાથ આપશે હંમેશ ની જેમ.
- Nelson & Nidhi