આ આગ પાણી નો ગજબ વ્યવહાર હોય છે,
પૂરક રહ્યા એકમેકના તોયે, ભીતર સંહાર હોય છે,
પ્રેમ ને મૃત્યુમાં કેવો તે, અજબ અંધકાર હોય છે,
પડે છે જે એ, અંત ના જ તલબગાર હોય છે,
નમ્યુ જેને શીશ પ્રેમથી, એનો જ અંતિમ પ્રહાર હોય છે,
સ્વજનનો અંચળો પહેરી કરતો, એ વાર હોય છે,
છોડી શકો સંબંધો તો, સુખની જ ભરમાર હોય છે,
પણ, ખમી શકે વાર એ જ સાચો કલાકાર હોય છે....