Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને આમ કોઇ દિવસ રાત્રે સપના આવતા નથી ને કદાચ કોઇ સપનું આવે તો તે કંઇ લાંબુ હોતું નથી ને તે આવેલ સપનામાં પણ કોઇ જાતની એવી સ્ટોરી હોતી નથી કે જે સવારે તેને યાદ કરીને કોઇ રોમાંચક ખુશી થાય!
....એક દિવસની રાત હતી ઘરના બધા જ લોકો સગાને ત્યાં પ્રસંગ હોવાથી બે ત્રણ દિવસ બહાર ગયા હતા ને હું આખા ઘરમાં એકલો હતો રાત્રે જેમ તેમ કરીને મેં રાતના બાર વગાડી દીધા હવે શરુઆત થાયછે મારી ભયાનક રાતની કસોટી...
વરસાદ ઝરમર પડી રહ્યો હતો વિજળીના કડાકાના અવાજો આકાશમાં ગુંજી રહ્યા હતા આ બાજુ મારી સુવાની તૈયારી ચાલી રહી હતી પલંગમાં આમ ફરું કે તેમ ફરું કેમેય કરીને ઉંઘ આવતી ના હતી આમ ને આમ અડધી કલાક વિતી ગયો પણ મારી આંખ બંધ થવાનું નામ લેતી ના હતી દિલ માં એક નાનો ગભરાટ હતો કે કેમ કરીને જલદી ઉઘ આવશે! બસ આમ વિચારતો જ હતો ને તરત પાંચ મિનીટમાં નિદર દેવી મારા આંખોમાં પધાર્યા ને મને ઉઘ આવી ગઇ...
એક ઉડતું સપનું મારી આંખોની આજુબાજુ આવવા ચકરાવા મારતું હતું ને તરત જાણે કોઇએ ઘરનો દરવાજો ખોલ્યો હોય તેમ મારી બંધ આંખોમાં ઘડાક કરીને પેસી ગયું...
વિજળી વરસાદને કારણે ગાયબ થઈ ગઇ હતી અચાનક મારા દરવાજે ટકોરા પડયા..ખટ ખટ..ના જાણે અત્યારે દોઢ વાગ્યે કોણ આવ્યું હશે! મે કબાટના ખાના માંથી ટોર્ચ કાઢી,મરવાના વાંકે એ સળગતા આછા પ્રકાશે આગળ વધીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ કોઇ મને દેખાયું નહિ ફરી મેં પાછા પલંગમાં સુવાનો પ્રયત્ન કર્યો પણ નિંદ્રા આવી નહી વિચારતો હતો કે આ કોઇ સપનું છે કે ખરેખર કોઇ ભૂત જેવું કંઇ છે! બસ મનને મનાવતો હતો નહિ નહિ આ તો કોઇ સપનું જ હશે ને ફરી પાછો એવો જ અવાજ આવ્યો ખટ ખટ હું ફરી પાછો આછા અજવાળે દરવાજો ખોલીને જોવા ગયો પણ આમ પહેલાની જેમ કોઇ હતું નહીં.
મને થયું લાવને દરવાજો જ ખુલ્લો રાખું પછી ના કોઇ ખટ ખટ કે ના કોઇ બીક ને હું ત્રીજીવાર દરવાજો ખુલ્લો રાખીને ફરી સુવાનો પ્રયતન કર્યો પણ ફરી મને જલદી ઉઘ આવી જ નહી બસ ખુલ્લી આંખે આમ જ દરવાજા સામું જોતો જોતો પડયો રહ્યો બસ એજ અંધારામાં મને ઝાંખા સફેદ કપડાં પહેરેલ કોઇ છોકરી જેવી આક્રુતિ દેખાઇ ને મારાથી ટોર્ચ તે તરફ વાગી ગઇ તો મને સાચે જ અસલ છોકરી દેખાઇ હું કોણ છો તમે કરતો આગળ વધ્યો તો મારી ડિમફુલ થતી ટોર્ચ અચાનક રિસાઈ ગઇ ને સહેજ સહેજ ચાલતી હતી તે પણ તેને બીક લાગી હોય તેમ તે પણ હોલવાઇ ગઇ પછી મે તેની પાછળથી ઢોકવાનો નાહક પ્રયત્ન કર્યો પણ તે એવી તો રિસાઈ ગઇ કે મને તેને ફેકી દેવાનો વિચાર આવ્યો ને તરત સામે કબાટ તરફ ફેંકી તો એક જોરદાર અવાજ આવ્યો ખટાક..રામ રમી ગયા તેના બસ એ જ ઉંચા અવાજે મારી નિદર ઉડી ગઇ ને હું જાગી ગયો ને બારીમાંથી હવે પહેલા કરતા વધું વરસાદ પડી રહ્યો હતો ને લાઇટ આવી ના હતી બસ પછી તો મને ફરી ઉઘ આવી નહી ને આમજ જાગતો બેસી રહ્યો મારા પલંગમાં ને એજ સમયે લોલક ઘડીયાળમાં ટકોરા પડયા ટન ટન એટલે કે પાંચ વાગ્યા હતા ઘડીયાળમાં બસ આમ મારી રાત પુરી થઈ ગઈ....

Gujarati Blog by Harshad Patel Pij : 111051000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now