. *આત્માં*
. *:::::::::::::::::::::::*
દેહ મળ્યો આત્માં થકી, ઊડી ઊડી ક્યાં જવું તારે ?
અભિમાનથી જીવે કેમ,મોટો મોટો બની ક્યાં જવું તારે?
માતાપિતાથી મળ્યું ધરતી કેરું સ્થાન,
આકાશે ઊડી ઊડીને ક્યાં જવું તારે ?
ભગવાન થકી મળ્યું રંગીલું આ પરિવાર તને,
બીજા સાથે પ્રેમ નિભાવી નિભાવી ક્યાં જવું તારે ?
મીઠું બોલી તું અસત્ય કહે,વાતોમાં અભિમાન રાખે,
આત્મા તારો કુદરતના હાથમાં, ને ક્યાં જવું તારે ?
મળ્યું તને સારું સારું,પરિવાર, દોસ્ત તારી પાસે.
આત્માને દુઃખી, કરી ખોટુ બોલી, ને ક્યાં જવું તારે. ?
ભગવાન ભરોસો રાખી આત્માનું સત્ય સમજતો જા,
આત્માનું ના સમજી અભિમાનમાં રહીને,ક્યાં જવું તારે?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD