-- જયેન્દ્ર આશરા
"સર્જકોનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે ..."
.
પંખીને ક્યારેય બીજાની "પાંખે" ઉડતા જોયું?
ઘોડાને ક્યારેય બીજાનાં પગે દોડતા જોયા?
તો પછી ...
અમુક મિત્રો પોતે સોશિયલ-મીડિયા ઉપભોકતા થઈને કઈ રીતે બીજાની રચના- સર્જન "પોતાના-નામે" ચઢાવી "ઉચ્ચ" દેખાવાની કોશિશ કરતાં હશે ... પોતાની જાત સાથે જે "જુઠ્ઠું" બોલે તેને "ઊંઘ" આવતી હશે? .... કે પછી તેમને ચોરી કરી જંગ જીત્યા નો બીભસ્ત-ક્ષણિક આનંદ આવતો હશે? .... ખેર! આ વાત અમારી સમજની બાહર છે ...
.
જ્યારે તમે તમારી કૃતિ નહિ પરંતુ કોઈપણ બીજાની કૃતિ-રચના-સર્જન સોશિયલ મીડિયા ઉપર તમારી-વોલ ઉપર મુકો-શેર કરો -ઉપયોગ કરો તે દરેક-દરેક રચના કે સર્જકનું નામ નીચે લખવું જરૂરી છે ....આ સર્જક-કલાકાર-રચયતા ફક્ત કવિતા-લેખ-સુવાક્યોની કેટેગરીમાં નથી આવતા પરંતુ સર્જકોનાં પ્રકારનો વિશાળ-સમૂહ છે જે આ દુનિયાને પોતાની કલ્પનાથી સુંદર બનાવે છે કે સુદર રીતે રજુ કરે છે ... જે કેટેગરીમાં આવતા સર્જકો-નું પ્રદાન-સર્જન તમે સોશિયલ-મીડિયા ઉપર ઉપયોગ કરતા હોવ છે જેમકે - "ફોટોગ્રાફ - ચિત્ર - પેઈનટિંગ - સ્કલ્પચર (મૂર્તિ કે પૂતળાં) - સ્થાપત્ય (આર્કિટેક્ચર) - સંગીતકાર - ગીતકાર - ગાયક " .... શક્ય હોય ત્યાં સુધી તે સર્જોકોનાં નામ નીચે લખી તેમને "બીરદાવો" ... તેમને "માન" આપવામાંથી ભાગો નહિ ...કારણકે તે સર્જન તમારું નથી અને તેવું સર્જન કરવા તમે કદાચ સમર્થ પણ નથી ...
.
#
એક પાયાની હકીકત સમજીએ તો -
"આ દુનિયા સુંદર દેખાય છે તેમાં અ-સામાન્ય પ્રતિભા ધરાવતા કલાકાર - વૈજ્ઞાનિક - ડિઝાઈનર - આર્કિટેક્ટસ - સંગીતકાર - ગીતકાર નો જબર-જસ્ત દેખીતો ફાળો છે ... તેને આપણે અવગણી નાં શકીએ ...તેમનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે ..."
- જયેન્દ્ર આશરા ...11.18...