જીંદગીએ સતત સતાવેલો માણસ છું,
છતાં હસતાં રહેવાના સ્વભાવથી ટેવાયેલો છું.
મુશ્કેલીઓ તો સદાય આવતી રહે છે,
છતાં ખુશમિજાજ રહેવા ટેવાયેલો છું.
કોને પોતાના સમજવા એ પ્રશ્નથી ઘેરાયેલો છું,
છતાં કાગળ અને કલમને પોતાના સમજી લખવા ટેવાયેલો છું.
છે બધું જ હાથવેંતમાં પણ નસીબથી પછડાયેલો છું,
છતાં મહેનત ને જ નસીબ માની સંઘર્ષ કરવા ટેવાયેલો છું.
સતત કાવાદાવા વાળા ને બેઇમાનોની વચ્ચે રહું છું,
છતાં પોતાનું ચરિત્ર ઇમાનદાર રાખવા ટેવાયેલો છું.
છે તમામ મુશ્કેલીઓથી ઘેરાયેલી જીંદગી,
છતાં તેને અવગણીને હસતાં મોઢે જીવવા ટેવાયેલો છું.