Happy children's day?????
******************************
ચાલો ફરીથી બાળક બનીએ,
સુવર્ણ એ કાળમાં પાછા ફરીએ
દોડધામ ભરેલ આ ધરેડ માંથી,
થોડીક પળોનો વિરામ લઇએ.
સાથે રમીએ, સાથે જમીએ...ને
થોડુક મીઠું લડી પણ લઇએ,
અહંકારની ઓઢેલ ચાદર કાઢી
નિખાલસતાનુ જીવન જીવીએ.
'બોસ'ના આદેશ બાજુએ મૂકી
શિક્ષક ના ઠપકા યાદ કરીએ,
'એરકન્ડીશન્ડ' ઓફીસને ભૂલી
તડકે રાખવાની યે મજા લઇએ.
વિતેલુ બાળપણ છો પાછુ ના મળે _
એની કયારેક તો પ્રતિતી કરીએ,
મોટા થવાની દોડમાં યે કાયમ
મનનું બાળક જીવતુ રાખીએ.
ચાલો ફરીથી બાળક બનીએ,
સુવર્ણ એ કાળમાં પાછા ફરીએ.
********************************
_પાર્મી દેસાઈ